નોંધઃ થોડા દિવસો હું ટ્રાવેલીંગ કરવાનો છું, અને લખાણો પોસ્ટ નહીં કરી શકું; એટલે આજે વધુ લખાણો પોસ્ટ કરું છું.
————-
પ્રવચકઃ નવવધૂનો ઘૂંઘટપટ ખૂલે છે અને રસેશ અને શોભા એકદમ ચમકે છે! અને સરોજ સમજતી નથી કે આ બધુ શું થઈ રહ્યું છે!
રસેશઃ અલકા…
અલકાઃ મને માફ કર… રસેશ…
રસેશઃ ભાભી…
અલકાઃ શોભાભાભી, મારી મોટી ભૂલ થઈ ગઈ…!
રણજીતઃ તો આ તમને ઓળખે છે?
રસેશઃ એ વાત પર પડદો જ પાડીએ. પણ સરુ, તું કેમ કંઈ બોલતી નથી?
સરોજઃ ડેડી પણ કંઈ બોલતા નથી.
મહેશઃ આ ખેલનો હીરો તું છે રસેશ. પછી હું શું બોલું?
રસેશઃ પણ સરુ, તારો તો બોલવાનો વખત આવ્યો છે. રોજ તો મને ખોટો ખોટો ખીજવતી. આજે એ રીતે નહીં ખીજવે?
સરોજઃ તો બોલું?
રસેશઃ હા બોલ.
સરોજઃ તમે મને મારો નહીં તો બોલું.
રસેશઃ નહીં મારું, બસ.
સરોજઃ પ્રોમીસ?
રસેશઃ હા, પ્રોમીસ.
સરોજઃ કાકી માસી જેવાં… કાકી માસી જેવાં…!
રસેશઃ સરુ, તારી વાત મને સાચી લાગે છે. સરુ, મેં તને બહુ મારી છે … આવ. તને તેડીને તારા ગાલ પર ચૂમીઓ કરું.
(ચૂમીઓ કરવાનો અવાજ.)
સરોજઃ પણ ચોકલેટ!
રસેશઃ એ પણ મળશે.
મહેશઃ તો શોભા, તારા પિતાજી પર પત્ર લખું છું.
શોભાઃ એમાં કંઈ પૂછવાનું ખરું? રણજીતભાઈ, તમારું લગ્ન માણવાનો લહાવો તો અમને ન આપ્યો, પણ રસેશભાઈના લગ્નમાં તમારે બન્નેએ જરૂર આવવું પડશે. અને તમારા લગ્નની પાર્ટી આપવી જ પડશે.
રણજીતઃ ભાભીસાહેબ, તમે તો વચન માગી લેતાં હો એમ લાગો છે. પ્રોમીસ આપું છું — પાર્ટી આપીશું અને અમે બન્ને રસેશના લગ્નમાં પણ આવીશું. પણ અલકા, તું તો કંઈ બોલ.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)

.. ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.