આદિલના
શેરોનો
આનંદ
વિસ્તરો …
આદિલના
શેરોનો
આનંદ
વિસ્તરો …
અક્ષય તૃતીયા (અખાત્રીજ) મંગળવાર એપ્રીલ ૨૪, ૨૦૧૨
શ્રી ગણેશ કર્યા છે આજે આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકના વિતરણના.
શ્રી ગણેશ કરું છું આજે ‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો …’ નામના આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પરના નવા વિભાગના. પુસ્તક મેળવવા વિશેની માહિતિ આ વિભાગના આ પછીના બે પોસ્ટમાં આપી છે.
પ્રભુકૃપા, મા સરસ્વતી, મા ગુર્જરી, માબોલી (માતૃભાષા ગુજરાતી) તથા આદિલના આશીર્વાદથી આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨; આદિલના ૭૬મા જ્ન્મદિને પ્રથમ પીડીએફ (PDF) બૂક તરીકે પ્રગટ કરવું છે. એ પછી પુસ્તક છપાવવું છે. પુસ્તકમાં યાદગાર રંગીન તસ્વીરો પણ મૂકવી છે.
આપણા લાડીલા શાયર આદિલના શેરોનો (અને પછી ગઝલોનો) આનંદ વધુમાં વધુ ગુજરાતીઓ માણે એ ધ્યેય છે. પુસ્તકના પ્રકાશન થતા પ્રસાર કરવામાં આપનો સહકાર આપવા અપીલ કરું છું.
આ પુસ્તકના લેખક-સંપાદક તરીકે મને જે રકમો મળશે એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યોમાં વાપરવામાં આવશે.
મે ૧૮, ૨૦૧૨ સુધીમાં અમેરિકામાંથી નીચેના સરનામે ૧૫ ડોલર મોકલનારને પુસ્તકની પીડીએફ એડીશન (ઈ-મેઈલથી) તથા પુસ્તક છપાશે ત્યારે એની એક નકલ મોકલી આપવામાં આવશે. મે ૧૮, ૨૦૧૨ સુધીમાં ૧૫ ડોલર મોકલનાર દરેકનાં નામ (વધુમાં વધુ ૭૬ નામ) પુસ્તકમાં છપાવવામાં આવશે. સરનામું:
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto CA 95355
E-mail: gparikh05@gmail.com
૧૫ ડોલર મેઈલ કરો કે તરત જ ઈ-મેઈલથી કઈ તારીખે અને અમેરિકાના કયા શહેરમાંથી મેઇલ કર્યા એ જણાવશો. છપાયેલું પુસ્તક મોકલવાનું આપનું પૂરું સરનામું તથા ટેલીફોન નંબર પણ લખશો. (ચેક Girish Parikh નામે લખશો.)
www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આદિલના શેરોનો આનંદ’ વિભાગમાં આપને પુસ્તક વિશે જાણવા મળશે.
આ અપીલ આપના બ્લોગ / વેબ સાઈટ પર પોસ્ટ કરવા તથા સમયિકમાં પ્રગટ કરવા વિનંતી કરું છું.
માણો
આદિલના
શેરોનો
આનંદ.
નોંધઃ આ લખનાર હાલ આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકનું પ્રકાશન કરવાની તૈયારી કરવામાં વ્યસ્ત છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ગુજરાતી કે અંગ્રેજીમાં લખોઃ gparikh05@gmail.com .
નવેમ્બર ૬, ૨૦૦૮.
એ દિવસે આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીએ ક્ષર દેહની વિદાય લીધી અને અક્ષરદેહે એ અમર થયા.
અશરફના શિકાગોના સબર્બ શામબર્ગમાં આવેલા ઘરના બેઝમેન્ટમાં જામેલો મુશાયરો જેમાં આદિલ મુખ્ય શાયર હતા એ મોડી રાતે પૂરો થયા પછી હું બેઝમેન્ટમાં સૂઈ ગયો અને મને સ્વપ્નમાં આદિલનાં દર્શન થયાં. હું નીચો નમ્યો અને આદિલે મને આશીર્વાદ આપ્યા.
બીજા દિવસથી હું આદિલને મારા ગઝલ-ગુરુ ગણવા લાગ્યો.
ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન ને હું મારી તથા પ્રકાશક શ્રી કૌશિક અમીનની નમ્ર અંજલિ ગણું છું.
મારા નમ્ર મત મુજબ ગુજરાતીઓ મોટી સંખ્યામાં આદિલના શેરોનો આનંદ પુસ્તક વાંચશે તો એમણે પણ આદિલને અંજલિ આપી ગણાશે.
અમર આદિલને સદા યાદ કરીએ
‘આદિલના શેરોનો આનંદ’ લઇએ
ગઝલ-મહફિલો જામતી હોય જ્યાં જ્યાં
આદિલનો આત્મા સદાકાળ ત્યાં ત્યાં.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
આજે મે ૧૮, ૨૦૧૧ બુધવાર આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ!
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
(આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીને મે ૧૮, ૨૦૦૬ ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એ અરસામાં કેટલાંક શહેરોમાં એમના માનમાં કવિસંમેલનો યોજાયાં હતાં. આ પર્વને નામ આપ્યું હતું ‘સપ્તતિ’. ‘સપ્તતિ’ નામનું સુવેનિયર પણ પ્રગટ કરવામાં આવ્યું હતું.
મે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલનો ૭૫મો જન્મદિવસ છે. આ લખનાર માને છે કે આદિલનો અમૃત મહોત્સવ એ અરસામાં કેટલાંક શહેરોમાં ઉજવાશે.
મે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર/થયેલઆદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક દ્વારા આ લખનારે આદિલને અંજલી આપી છે. (પુસ્તક મેળવવા પ્રકાશક ગુજરાત ફાઉન્ડેશનનો સંપર્ક કરોઃ __________. (પ્રાઇસ વગેરે માહિતિ પણ આપવી જોઈએ.))
આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા એટલે ઉપર જણાવેલા પુસ્તકમાં ૭૨ શેરો લીધા છે; અલબત્ત, અક્ષર દેહે આદિલ અમર છે.
‘સપ્તતિ’ સુવેનિયરમાંથી પસંદ કરેલા આદિલના નીચેના ત્રણ શેરો અને એમના વિશેનાં લખાણ સાથે હવે કુલ ૭૫ શેરો અને એમના વિશેનાં લખાણ થાય છે. આદિલ અમૃત મહોત્સવના સુવેનિયરમાં આ લેખ પ્રગટ કરવા મહોત્સવના આયોજકોને વિનંતી કરુ છું.)
|