ગુજરાતી ભાષા વિશ્વની અગ્રગણ્ય ભાષા બને શકે તથા ઊંઝા જોડણી વિશે વધુ

એક બ્લોગ પર ઊંઝા જોડણી વિશે ચર્ચા ચાલી રહી છે. (લીંક આ પોસ્ટમાં છેલ્લે આપી છે.)
શ્રી ઉત્તમભાઈ ગજ્જરના મારા પર આવેલા પત્રનો મારો ઉત્તરઃ
વહાલા ઉત્તમભાઈઃ જાન્યુઆરી ૨૧, ૨૦૧૨ શનિવાર નમસ્તે.
Funny Unjha હું નથી એની નોંધ લેશો.
હું કોઈ જોડણી-નિષ્ણાત નથી.
આ લખું છું ત્યારે મારા ટેબલ પર ઉપેન્દ્ર ર. ભટ્ટ અને રતિલાલ સાં. નાયક રચિત “નાનો કોશ” છે જેનો જરૂર જણાતાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું. છતાં જોડણીની ભૂલો હું કરું છું એ માટે ક્ષમા યાચું છું.
અંગ્રેજી ભાષામાં અનેક અરાજકતાઓ હોવા છતાં એ વિશ્વભાષા બની શકી છે. ગુજરાતી જોડણી-સુધારકો અંગ્રેજી ભાષાની અરાકતાઓ દૂર કરવાનો પડકાર કેમ ઝીલી લેતા નથી એ મને સમજાતું નથી!
ગુજરાતી ભાષા વિશ્વની અગ્રગણ્ય ભાષા જરૂર બની શકે.
તમારી મહેફિલના પોસ્ટ હું અવારનવાર રસપૂર્વક વાંચું છું. આ ઉમદા કાર્ય માટે ધન્યવાદ.
પાંત્રીસેક વર્ષ શિકાગોમાં રહ્યા પછી હું અને મારી પત્ની હસુ ૨૦૦૮માં મોડેસ્ટો, કેલિફોર્નિયામાં મૂવ થયાં છીએ.
અવકાશ મળે ત્યારે નીચેના બ્લોગની મુલાકાત લેતા રહેશોઃ www.girishparikh.wordpress.com .
લિ. ગિરીશનાં વંદન.
ઊંઝા જોડણીની ચર્ચાની લીંકઃ http://govindmaru.wordpress.com/2012/01/05/raman-pathak-16/#comment-4252

2 Responses to “ગુજરાતી ભાષા વિશ્વની અગ્રગણ્ય ભાષા બને શકે તથા ઊંઝા જોડણી વિશે વધુ”

  1. Uttam Gajjar Says:

    બીજી ભાષાઓમાં સુધારા થાય છે ?
    –સ્વ. જયન્ત કોઠારી
    એક દલીલ એવી ઘણી વાર થાય છે કે અંગ્રેજી ભાષાની જોડણી આટલી બધી અતંત્ર હોવા છતાં એ લોકો એને બદલવાનું વીચારતા નથી, તો એવું વીચારવાની આપણે શી જરુર પડી ?

    આનો જવાબ એ છે કે અંગ્રેજી ભાષાની વર્તમાન જોડણીવ્યવસ્થા માન્ય થયાને ત્રણ–ચાર સૈકા થઈ ગયા છે, અંગ્રેજ પ્રજાની સો ટકા સાક્ષરતાને કારણે એને સર્વવ્યાપકતા મળી ચુકી છે. ઉપરાન્ત અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય વ્યાપ સાથે એ જોડણીને પણ આંતરરાષ્ટ્રીય વ્યાપ મળી ચુક્યો છે અને અતી વીશાળ ગ્રંથરાશી એ જોડણીમાં પ્રકાશીત થઈ ચુક્યો છે. આ બધી બાબતોમાં ગુજરાતી ભાષા ઘણી પાછળ છે. એટલે જોડણીસુધારને અવરોધક પરીબળો અંગ્રેજી ભાષા પરત્વે છે તેવાં આપણે ત્યાં નથી. સુધારાના પ્રયાસો અંગ્રેજી ભાષા પરત્વે નથી થયા એવું નથી; પણ આ પરીબળોને કારણે એ નીષ્ફળ ગયા તેવું આપણે થવા દેવાની કોઈ જરુર નથી.

    બીજી વાત એ છે કે અંગ્રેજી ભાષાની જોડણીમાં અમેરીકનોએ ભલે નાનકડો પણ ફેરફાર કર્યો છે. ને લીપી–જોડણીમાં ફેરફાર કરનાર બીજી ભાષાઓના દાખલા તો મળે જ છે. સ્પેનીશ અને પુર્વ યુરોપની ઘણી ભાષાઓએ જોડણી બદલી છે. સ્પેનીશ ભાષા માટે સર્વમાન્ય અધીકારથી સમયેસમયે નીયમો કાઢતી એક ભાષાઅકાદમી છે. વીસેક વર્ષ પહેલાં એણે જોડણીના નવા નીયમો કાઢ્યા છે. એનો હેતુ સરળતા લાવવાનો હતો અને એમાં શક્ય હોય ત્યાં સુધી સ્પેનીશ ભાષા જેમ બોલાય તેમ લખાય તેવું કરવાનો પ્રયત્ન હતો. તુર્કી, મલેશીયન, ઈન્ડોનેશીયન ભાષાઓએ તો લીપી પણ બદલી છે.

    આપણે ત્યાંની વાત કરીએ તો મરાઠી ભાષાએ પંદર વરસ પહેલાં જ એક નાનકડો પણ મહત્ત્વનો જોડણીસુધાર સ્વીકારી લીધો છે – સંસ્કૃત શબ્દોમાં પણ અન્ત્ય ‘ઈ’ દીર્ઘ કરવાનો. તેથી આપણો ‘કવિ’ હવે મરાઠીમાં બને છે ‘કવી’. (તેવી જ રીતે આજે મરાઠીમાં સર્વત્ર સૃષ્ટી, દૃષ્ટી, પ્રકૃતી, નીતી, રીતી, પ્રીતી વગરે લખાય છે.) આજે આ ફેરફાર ત્યાં સર્વવ્યાપક થઈ ચુક્યો છે. (મરાઠી શાળાઓમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં આ બાબતની ચોકસાઈ કરી શકાય છે.) મળયાળમ લીપીને સરળ બનાવવા માટે એમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

    આ બધું બતાવે છે કે માન્ય જોડણીવ્યવસ્થામાં ફેરફાર ન થઈ શકે એ માન્યતા તુટી રહી છે. બલ્કે, ઘણાં અદ્યતન પરીબળો જોડણીવ્યવસ્થામાં પરીવર્તન માટે પ્રેરી રહ્યાં છે.

    –જયન્ત કોઠારી

    સ્વ. જયંત કોઠારી લીખીત ‘જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી’ (પ્રકાશકઃ મધુકાન્તા ગજ્જર, 53–ગુરુનગર, વરાછા રસ્તો, સુરત – 395 006 ..પ્રકાશન વર્ષ – મે 2000 .. ત્રીજું પુનર્મુદ્રણ – 2002 મુલ્યઃ કેવળ સદ્ ભાવ અને વીચાર–પ્રસાર સંક્ષેપકારઃ શ્રી. મહેન્દ્ર મેઘાણી)પુસ્તીકાના પાન ક્રમાંક 13 અને 14 ઉપરથી સાભાર..

    મીત્રો,
    બનવા જોગ છે કે તમારા કોઈ પ્રશ્નનો જવાબ આ નાનકડા લખાણમાંથી મળે..
    અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર – સુરત.. uttamgajjar@gmail.com
    January 22, 2002

  2. GUJARATPLUS Says:

    as per Google……….select the one you like

    unja… ઊંજા ઉંજા ઉન્જા ઉનજા ઉંજાં unza..ઊંઝા ઉંઝા ઉન્ઝા ઉનઝા ઉન્ઝાં

    Why not focus on challenging Hindi script instead of jodani?

    if we can write Sanskrit in Gujarati why not Hindi??

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.